|
|
 
 
 
નવા સમાચાર

 

શ્રી મોઢેશ્વરી પ્રસન્નોતુ

માયા કુંડલીની ક્રીયા મધુમતી, કાલી કલા માલિની
માતંગી વિજયા જયા ભગવતી, દૈવી શિવા સાંભવી
શક્તિ શંકર વલ્લભાત્રિનયના, વાગ્વાદિની ભૈરવી
ૐકારી ત્રિપુરા પરાપરમયી, માતા કુરીશ્વરી

(૧) ઘેર ઘેર કુળદેવી શ્રી મોઢેશ્વરી માતંગી માતાજીનો ફોટો રાખીએ. (૨) દીકરા, દીકરીના સગવણ (ચાંલ્લા) પ્રસંગે માતાજીનો ચાંદીનો સિક્કો આપીએ. (૩) દીકરા દીકરીના લગ્ન પ્રસંગે સૌથી પહેલી કંકોત્રી માતાજીને લખવાનું ન ભૂલીએ.
(૪) દંપત્તીએ લગ્ન કર્યા પછી માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાર્થે આવવાની પ્રથા જાળવીએ. (૫) આપણી આવકમાંથી તથા શુભ પ્રસંગોએ યથા શક્તિ ફાળો દર વર્ષે માતાજીમાં ભેટ રૂપે મોકલાવીએ.

આજે મનુષ્ય એટલો જોડાયો છે કે, સવારમાં ધાર્મિક કાર્ય કરવાનો સમય નથી. જેથી ગાડીમાં, બસમાં હોય કે ઓફિસમાં ફાજલ સમયમાં “માતંગી” માનો પાઠ કરી એટલા માટે જ તમાર પોકેટમાં સમાઈ શકે તેવી નાની પુસ્તિકા છપાવી છે. જેનો રોજ પાઠ કરવાથી “મા” ના આશીર્વાદ મળશે અને કાર્યમાં સિદ્ધિ મળશે, નિષ્કામ ભાવે પાઠ કરનારને જરૂર ફળ મળે છે.

શ્રી મોઢેશ્વરી સ્તુત્યષ્ટક

દેવી મોઢ દ્વિજો તણી ભગવતી માતંગી જે માતૃતા
રક્ષા મોઢ સમસ્તની કરી રહી શ્રી મોઢ માતંગિકા
સિંહારૂઢ થઈ અઢાર ભુજથી ચકા યુધો ધારતી,
સીતારામ થકી સમર્ચિત મહા મોઢેશ્વરી શોભતી...૧
ધર્મા રણ પુરાણ પુણ્ય સ્થળમાં શ્રી રામ અધ્યક્ષમા,
સીતારામ સમેત યજ્ઞ કરતા મોઢેશ્વરી સાક્ષીમાં,
ઉદગાતા સહ્યયાજુષો મળી કરો મોઢર્ષિઓ પ્રાર્થના,
તેથી તું પરિતુષ્ટ મોઢ પર છે, એ નિત્ય અભ્યર્થના...૨
ગોત્રોનો સમવાય સ્થાપી જગમાં વિપ્રો થકી પૂજતા,
પટ મોઢા દ્વિગિભાગી વૈશ્યદળમાં તુ નિત્ય છે વંદિતા,
તારે પૂર્ણ કૃપા થકી પ્રસરી છે મોઢો તણી વલ્લિકા,
પૂજાને કરી વંદના તુજ પદે, અર્પે તેને માલિક...૩
ધર્મોદ્વારક રામચંદ્ર કરતાં તારે પૂજા પ્રેમથી
યજ્ઞ સ્તંભ સભા સુમંડપ રચ્યા મોઢેશ્વરી નામથી,
સ્નાનાર્થે પૃથુ સૂર્યકુંડ રચના શ્રી વિશ્વકર્મા તણી,
એ છે અદભૂત નિશ્વલેષ્ટ કૃતિએ શ્રી મોઢ દેવી તણી...૪
દેવીના ગણમાં ગણેશ્વરી થઈ, વાપી તટે તું વસે,
વાપી કૂપ તણા દયાર્દ જળ તું અંતરથી પાતા હસે,
ભક્તોને દ્વિજવર્ય મોઢ સઘળાં તારી કૃપામાં વસે,
છાયા છયી અખંડ તારી જગમાં તું દેવી સૌમાં વસે...૫
દેવીને દ્વિજ મોઢ જ્યાં પરવરી છોડી ગયા આ પુરી,
દેવી સાગર તુલ્ય વાવજળમાં ડૂબેલ તે કાળથી,
જ્યાંથી બ્રાહ્મણ-પુણ્ય કર્મ ફલદા દેવી પૂજા લોપ છે.
ત્યાંથી મોઢ વિરકત સંગ તજતી જે મોઢનો પ્રાણ છે...૬
મોઢોત્પિતિ અને વિકાસ કરવા શ્રી રામની લાલસા,
મોઢેરા યુંરી “મૂળરાજ” હઠથી મોઢે કરી ખાલસા,
તોયે વૃક્ષ સમગ્ર મોઢ કુળનું, પટ મોઢ શાખા થતાં,
મોઢેરા કુળદેવીને નમનથી સૌ મોઢ પુંજી જતા...૭
માતંગીનો વિનથી સ્તુતિ પાઠ કીધો,
વંદી શિરે, હૃદયથી બહુ લ્હાવ લીધો,
માતા દયાળી તું જ દ્વાર બધાં સમાન,
મોઢેશ્વરી તવ પદે કરૂં હું પ્રણામ...૮
પુષ્પાંજલી ભગવતી પર થાતી જ્યારે,
સ્તોત્રો ભણી હૃદયથી ધરૂં ધ્યાન ત્યારે,
પૂજા પ્રદોષ સમયે વિધિથી કરૂં જ્યાં,
મોઢેશ્વરી કુશળ થૈ કરૂણા કરે ત્યાં...૯
આ સ્તોત્ર શુદ્ધ હૃદયે ભણશે પ્રદોષે,
તેના ખરે ત્રિવિધ તાપ સમાઈ જાશે,
મોઢેશ્વરી દ્વિજવરા હૃદયેષ્ટ દેવી,
લક્ષ્મીરૂપી જનની તું પરમેષ્ટ દેવી...૧૦

શ્રી મોઢેશ્વરી માતાજીની સ્તુતિ

મોઢતણી માતંગી મૈયા મોહર કપુરવાળી
હે માડી મોઢેરાવાળી (૨)
મોહર કપુરમાં પ્રગટ થયાં, માંહે માય માસને ધારી (૨)
શુક્લ પક્ષની શુભ તિથિમાં તેરસ છે બહુ સારી રે સારી.
હે માડી મોઢેરાવાળી (૨)
પ્રગટ થયા, તમે પામર કાજે, અષ્ટદશ ભુજ ધારી
વાવડીમાં વાસ કીધો માં, આથમણાં ગોખવાળી રે માડી
હે માડી મોઢેરાવાળી (૨)
ભાલ તિલક કુમ કુમ કેશરનાં, નાકે નથણી ભારી (૨)
મોતીની માળા ગળે સુહાવે, કંકણની બલિહારી રે માંડી
હે માડી મોઢેરાવાળી (૨)
વાદળની વેજળી સમ ચમકે તલવારો મા તારી (૨)
વરદ હસ્તેવરદાયે રાખી સિંહ ઉપર છે સવારી રે માડી
હે માડી મોઢેરાવાળી (૨)
કોટિ સૂર્યના તેજ સમી મા, મુખ મુદ્રા છે તારી (૨)
શરદ પૂનમના ચંદ સમી મા, અમૃત દ્રષ્ટિ તારી
હે માડી મોઢેરાવાળી (૨)
તું માતા છે મોટી દયાળું, હું છું રાંક પુજારી (૨)
તારે શરણે આવ્યો છું માં, મુજને લે તું ઉગારી રે માડી
હે માડી મોઢેરાવાળી (૨)
મનની વાતો તું જાણે માં, એ મહાશક્તિ તારી (૨)
દયા ધારી દુ:ખ દુર કરો માં, તું છે દીન દયાળી રે
હે માડી મોઢેરાવાળી (૨)
બાળ વિનંતી કાલીઘેલી, વિપુલ તું શક્તિશાળી (૨)
ભવસાગરથી તરી જવાને, સદા રહે રખવાળી રે માડી
હે માડી મોઢેરાવાળી (૨)
મોઢેતણી માતંગી મૈયા, મોહર કપુરવાળી
હો માડી મોઢેરાવાળી, હે માડી મોઢેરાવાળી (૨)
મોહકપુરમાં પ્રગટ થયા માં, માઘ માસને ધારી (૨)
શુકલ પક્ષની શુભ તિથિમાં, તેરસ છે બહુ સારી રે સારી
હે માડી મોઢેરાવાળી (૨)

ત્યાં દેવી વેદમાતા ચ બ્રહ્માણિ ત્વં સરસ્વતિ |
દેવાનાં જનનિ ત્વં ચ સર્વકારણ કારણાત ॥

ત્વમૈય વૈષ્ણવી શક્તિ: ત્વં રૂદ્રાણી જગત્ક્ષયે ॥
ત્વમાદિ: સર્વભૂતાનાં પ્રક્રતિ: પરમાત્મા ॥
ત્વથા સૃષ્ટં જગદિ પરિપાલ્યં ત્યયાડનપે
ગાયત્રી ત્વં સ્વધા, સ્વાહા ત્વમેય જનની પરા ॥
નમસ્તે સર્વશોકાધ્નિ શિવાયૈ સતતં નમ:
જન્મમૃત્યુ જરાતીત રૂપિણ્યૈ તે નમોનમ: ॥ 
અનંતગુણધારિવયૈ ગુણાતીતે નમોનમ:
કલ્યાણ્યૈ સુખદે શાન્યે વિશ્વ વંદે નમો સ્તુતે ॥

માતાજીની આરતી

ઓમ જય માતંગી મા (૨)
દ્વિજવર સુખકર સગી, ધમાંધુરા નદી
ઓમ જયો જયો મા માતંગી મા
વિપ્રમાત તું વિષ્ણુશક્તિ તું દ્વિજ્જ્ન ઉધ્ધરતી મા...(૨)
દયા દ્રષ્ટિ કરી પ્રીતે (૨) દ્વિકુલ ભય હરતી... ઓમ
પંચાવન પર સ્વાર, અષ્ટદશ ભુજધારી મા...(૨)
આયુધ ચક્ર ગદાદિ (૨) પ્રભુમય બળધારી... ઓમ
નિગમ નીતિના વચન પ્રમાણે, તું મા ધર્મતણી મા...(૨)
ધર્મારણ્યની દેવી (૨) ધર્મધરા વરતી... ઓમ
આર્યાવર્તમાં ધર્મ સ્થાપવા, અધર્મને પાપ હરવા મા...(૨)
સિતાપતિ શ્રી રામે (૨) શ્રેય સકલ કરવા... ઓમ
વિષ્ણુ વિરંચી શિવજી, તવ અર્ચન કરતા મા...(૨)
ધર્મ વિદ્યાત્રી તુજને (૨) સ્થાપી શુભ કરતા... ઓમ
શોભે સુંદર રૂપ, રત્ન જડિત પટથી મા...(૨)
સ્મિત મુખ કમલે જ્યોતિ (૨) કરૂણા દ્રષ્ટિથી... ઓમ
ધર્મક્ષેત્રની અધિદેવી તું માતંગી લક્ષ્મી મા...(૨)
હરિ નીકટે નીત વસતી (૨) તું સાક્ષાત લક્ષ્મી મા...(૨)
હરિપ્રિયા તું સત્ય વિભુતિ લક્ષ્મીરૂપ ધરા મા...(૨)
તવ પદ ગુર્જર પાવન (૨) દશ દિશ વસુંધરા... ઓમ
મોઢેશ્વરી તું મોઢ જ્ઞાતિની કામ દુધા માતા મા...(૨)
મોઢવૃક્ષના શીશુની (૨) તું સર્જક માતા... ઓમ
ત્રિગુણા તત્વ મયી, ચીંતામણી ફૂલદા મા...(૨)
ધર્મ ક્ષેત્ર ધર્મેશ્વરી (૨) ધર્મધરા વરદા... ઓમ
યર્જુ વિધિથી પૂજા, તુજ વિપ્રો કરતા મા...(૨)
સામ રૂચાયો ભણતા (૨) પ્રસન્નતા વરદા...ઓમ
આસુર વિધિ ને વિપ્ર મા આરતી જયકારી
પૂજન થાળ ને વિધિ (૨) તુજ પર વારી...ઓમ
મોઢેશ્વરીની આરતી જે કોઈ ગાશે, મા જે ભાવે ગાશે,
દુ:ખ દરિદ્ર પાપહરતા, જન્મ સફળ થાશે...ઓમ

યાનિકાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિચ |
તાનિ તાનિ વિનશ્યતિ પ્રદક્ષિણ પદે પદે ॥ ૧ ॥
અન્યથા શરણાં નાસ્તિવ સ્વમેવ શરણં મમા |
તસ્માત્કારૂણ્યભાવેન રક્ષ રક્ષ પરમેશ્વર ॥ ૨ ॥
મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વર |
યત્પુજિતં મયા દેવ પરિપુર્ણ તદસ્તુ મે ॥ ૩ ॥
આવાહનં ન જાનામિ ન જાનામિ વિસર્જનમ |
પુંજાં ચૈવ ન જાનામિ ક્ષમ્યતાં પરમેશ્વરં ॥ ૪ ॥
ગતં પાપં ગતં દુ:ખં ગતં દારિદ્રમેવ ચ |
આગતા સુખસંપત્તિ : પુણ્યોહં તવદર્શ નાત ॥ ૫ ॥
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખાત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ:
કાયેન વાચા મનસેદ્રિયૈર્વા, બુદ્ધયાસ્મના વા પ્રકૃતિ સ્વભાવત
કરોમિયદ્યત સકલં પરસ્મૈ, નારાયણયેતિ સમર્પ યામિ ॥
અચ્યતં કેશવં રામનારાયણં કૃષ્ણ દામોદરં વાસુદેવ હરિમ
શ્રીધરં માધવં ગોપિકાવલ્લભ જાનકીનાયકં રામચંદ્ર ભજે

તારા સિવાય જગમાં નથી કોઈ મારૂ
સાચાં સગા ભગવતી સૌ મેં વિચાર્યું
ભુલુ કદાપી ભવ પાસ તણા પ્રસંગે
માંગુ ક્ષમા ત્રિપુર સુંદરી આ પ્રસંગે

માંડી સિંહ ઉપર તુંજ સવારી છે, મુખચંદ્ર ટીલડી લલાટે છે.
અંગે શોભે સુંદર સાડી, મોઢેશ્વરી તું જગજનની છે !
માડી કંઠે હીરા હાર જ છે, માથે મુગટ શિર શોભે છે.
શરમાવે પુનમ કેરો ચંદ્ર રે, મોઢેશ્વરી તું જગજનની છે !
માડી કેડે દોરા હેમ રે, હાથે વીંટી બાજુબંધ શોભતાં રે,
પગે ઝાંઝરનો ઝણકાર રે, મોઢેશ્વરી તું જગજનની છે !
માડી શંખ ચક્રને ધનુષ્ય છે, હાથે ત્રિશુળ, ફરશી, તલવાર છે !
કર્યા દુષ્ટ દૈત્ય કર્ણાટને ઠાર, તે મોઢેશ્વરી તુ જગજનની છે !

શ્રી માતંગી મોઢેશ્વરી ચાલીસા

વંદુ વિનાયક વિધ્નહર, શારદ કરો સહાય,
આનંદની એ યાચના મોઢેશ્વરી ગુણ ગવાય.

પ્રણમું પાય માતંગી માત,
મોઢેશ્વરી નામ તુજ ખ્યાતા (૧)
માતંગી વાસ વાવ મહી કીધો,
આશ્રય સર્વ મોઢોને દીધો, (૨)
સોળ શૃંગાર સિંહારૂઢ શોભે,
ભુજ અઢાર દર્શન મન લોભે (૩)
વંદન ચરણામૃત સુખદાઈ,
આતમના પડ શત્રુ હણાયે (૪)
ભરતખંડ શુભ પશ્ર્વિમ ભાગે,
ધરમારણ્ય ક્ષેત્ર તપ કાજે, (૫)
સાધક રક્ષક ભટ્ટારીકા કહાવે,
તપસ્વી તપ તપવા અહી આવે (૬)
દેવ દેવી જપતપ અહીં જાપે,
મા ભટ્ટારીકા તપ રક્ષણ આપે (૭)
તીરથ સરસ્વતી સુખદાઈ,
પિતૃ શાંતિ અહીં પીંડથી થાયે. (૮)
મોક્ષ ધામ દેહુતી માતા,
આશ્રમ કપિલ શાસ્ત્ર વિખ્યાતા (૯)
મોઢેરા શુભ સ્થાન પ્રતાપી,
મોઢેશ્વરી ચતુર યુગ વ્યાપી (૧૦)
સૂર્ય મંદિર બકુંલાર્ક અજોડા,
વિશ્વકર્માકૃત રવિકુંડ ચૌડા (૧૧)
ધરમારણ્ય ધરા અતિ પાવન,
શ્રી રામયજ્ઞે માતંગી સુહાવન (૧૨)
મહાસુદ તેરસ સુખદાતા,
પ્રગટ્યાં માતંગીયજ્ઞે માતા (૧૩)
જયજયકાર જગત મહી થાયે,
સુમન વરસે દેવો જય ગાયે (૧૪)
સૂર્યકુંડ સુભગ ફલદાતા,
ઝીલે જળ માતંગી માતા (૧૫)
શ્રી રામસીતા યજ્ઞ આરાધે,
સત્યપુરે માતંગી સાધે (૧૬)
લક્ષ્મીરૂપ માતંગી માતા,
પૂજન નૈવેદ સર્વ સુખદાતા (૧૭)
વડા, લાડુ, દુધપાક સુહાવે,
નૈવેદ ધરે સીતા પ્રિય ભાવે (૧૮)
સમસ્ત મોઢ તણી કુળમાતા,
અષ્ઠસિધ્ધિ નવનિધિ ફળદાતા (૧૯)
મહાસુદ તેરસ થાળ ધરાયે,
મોઢ ચડતી દિન પ્રતિદિન થાયે (૨૦)
અષ્ટાદશ ભુજ આશિષ આપે,
સ્થાન નીજ સત્યપુરે સ્થાપે (૨૧)
સતયુગે સતપુરી કહાવે,
ત્રેતાનામ મહેરકપુર ભાવે (૨૨)
દ્વાપર યુગ મોહકપુર સોહે,
મોઢેરા કલયુગ મન માહે (૨૩)
ધર્મરાજ શિવ તપ આરાધે,
સહસ્ત્ર યર્ષે શિવ દર્શન સાધે (૨૪)
પ્રગટ્યાં શિવ શુભ આશિષ આપે,
સ્થાન નીજ ધર્મેશ્વર સ્થાપે (૨૫)
વદે મહેશ્વર કૃપા નિધાના,
એ વિશાવનાથ કાશી સમસ્થાના (૨૬)
માત રાંદલ અશ્વની રૂપ લીધા
ધ્વાદશ વર્ષ કઠીન તપકીધાં (૨૭)
સૂર્યરાણી રાંદલ સુખદાયી,
ઉપનામે સંજ્ઞા કહેવાયે (૨૮)
તપ પ્રભાવ સંજ્ઞા સુખદાઈ,
પતિ સૂર્યદેવમુખ દર્શન થાયે (૨૯)
સંજ્ઞાએ જ્યાં તપ આરાધ્યા,
સૂર્ય મંદિર રામે ત્યાં બાંધ્યા (૩૦)
પ્રતિ સુદ તેરસ વ્રતતપ થાયે,
મળે માન્યું યમ ભીતી જાયે (૩૧)
પૂજે કન્યા મન કોડ પુરાયે,
તપથી વિધવાના દુ:ખ જાયે (૩૨)
સેવે સધવા સર્વ સુખ થાયે,
ત્ર્હેમ, મદ અને કુસંપ જાયે (૩૩)
નમ: માતંગી નામ મુખ આવે,
ભૂત પિશાચ ભય અતિ દૂર જાવે (૩૪)
મોઢેશ્વરી તવ પૂજન પ્રભાવે,
સત્ય દયા તપ સૌચ દિલ આવે (૩૫)
કષ્ટ ભંજન માતંગી માતા,
બને સર્વ ગ્રહો સુખદાતા (૩૬)
વિદ્યાર્થી માતંગી જપ જાપે,
વધે વિદ્યા, બુદ્ધિ ધન આપે (૩૭)
માતંગી યાત્રા અતિ સુખ આપે
કર્મ બંધન ભવભવના કાપે (૩૮)
દલપતરામ માત ગુણ ગાયે,
ઉપનામ આનંદ કહેવાયે (૩૯)
સંવત વીસ સુડતાળીસ માંહે,
માતંગી ચાલીસા આનંદ ગાયે (૪૦)

દોહા:

શ્રી મોઢેશ્વરી ચાલીસા, ભાવે રોજ ભણાય
વધે વિદ્યા, ધન, સુસંતતિ, પદારથ ચાર પમાય

 
   સુવિધાઓ
   
   
   
   
ચિત્ર પ્રદર્શની