|
|
 
 
 
નવા સમાચાર

,

॥ श्रीमहालक्ष्म्यष्टकम ॥
॥ શ્રીમહાલક્ષ્મી અષ્ટક ॥


इन्द्र उवाच (ઈન્દ્ર બોલ્યા)

नमस्तेड्स्तु महामाये श्रीपीठे सुरपूजिते।
शंखचक्रगदाहस्ते महालक्ष्मि नमोड्स्तु ते॥ १ ॥

હે લક્ષ્મીદેવી, આપના શ્રેષ્ઠ સ્થાનક પર દેવો દ્વારા આપની પૂર્ણ શ્રધ્ધાથી પૂજા થયેલી છે એવાં આપને વંદન કરું છું. શંખ, ચક્ર તથા ગદા જેવાં સત્ય અને ધર્મની રક્ષા કરનારાં આયુધો જેમના હાથમાં શોભી રહ્યાં છે તેવાં હે લક્ષ્મીદેવી, હું આપને પ્રણામ કરું છું. (૧)

नमस्ते गरुडारूढे कोला सुरभयंकरि।
सर्वपाप हरे देवि महालक्ष्मि नमोड्स्तु ते॥ २ ॥

વેગવાન પક્ષીરાજ ગરુડ પર જેઓ બિરાજ્યાં છે તથા સજ્જન લોકોને રંજાડનાર કોલ નામે અસુરને હણનારાં હે દેવી ! હું આપને વંદન કરું છું. આપ શરણે આવનારાનાં માનસિક અને શારીરિક પાપોને હરનારાં છો. હે મહાલક્ષ્મી ! આપને નમસ્કાર. (૨)

सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि। सर्वदु:खहरे देवि महालक्ष्मि नमोड्स्तु ते॥ ३ ॥

હે દેવી ! આ બ્રહ્માંડમાં જે કંઈ થઈ રહ્યું છે તેના આપ જ્ઞાતા છો તથા જે કંઈ પણ શુભ બને છે તેને તમારા આશીર્વાદ હોય છે. દુષ્ટ તત્વો માટે આપ ભયંકર છો તેથી તેઓ સદા આપનાથી ડરતાં રહે છે. તમામ સદાચારીઓનાં દુ:ખોને હરનારાં હે લક્ષ્મીદેવી ! આપને પ્રણામ કરું છુ. (૩)

सिध्धिबुध्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि। मन्त्रमूर्ति सदा देवि महालक्ष्मि नमोड्स्तु ते॥ ४ ॥

લોકોનાં પુણ્યોની પ્રાપ્તિમાં વધારો કરનારા હે લક્ષ્મીદેવી ! આપ અમને સર્વ બંધનોથી મુક્ત કરો. આ સંસારમાંના આવાગમનના ફેરામાંથી પણ આપ અમને મુક્ત કરો. શક્તિવર્ધક એવા આપના ગૂઢ શબ્દો-મંત્રો હે મહાલક્ષ્મી ! અમને સર્વત્ર અભય આપો. હું આપને વંદન કરું છું. (૪)

आद्यन्तरहिते देवि आद्यशक्तिमहेश्वरि। योगजे योगसंभूते महालक्ष्मि नमोड्स्तु ते॥ ५ ॥

હે દેવી ! આપનો આદિ કે અંત નથી તેથી આપ અજન્મા અને મરણરહિતા છો. આ બ્રહ્માંડનાં આપ જ એક પ્રેરકશક્તિ છો. હે મહેશ્વરી ! આપ જ પરમશક્તિ છો. તેથી આપનાથી પરમશક્તિનો સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. યોગમાંથી પ્રગટેલાં હે મહાલક્ષ્મી ! હું આપને વંદન કરું છું. (૫)

स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्तिमहोदरे। महापापहरे देवि महालक्ष्मि नमोड्स्तु ते॥ ६ ॥

આ બ્રહ્માંડમાં જે કંઈ ઈન્દ્રિય તથા બુદ્ધિથી ગ્રહણ થાય તેવું (સ્થૂળ) અને જે અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે ત્યાં હે દેવી ! આપનો નિવાસ હોય જ છે. દુષ્ટો માટે આપ અતિ ભયંકર છો. આપ મહાશક્તિશાળી છો અને ભક્તો માટે ઉદાર પણ છો. તેથી જ ભક્તજનોનાં પાપોને પણ આપ સ્મરણ માત્રથી હરી લો છો. હે મહાલક્ષ્મી ! હું આપને વંદન કરું છું. (૬)

पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि। परमेशि जगन्मातार्महालक्ष्मि नमोड्स्तु ते॥ ७ ॥

કમળના આસન પર યોગની વિશિષ્ટ મુદ્રામાં સ્થિત હે મહાલક્ષ્મી, આ બ્રહ્માંડનાં સર્વસ્વ પરમેશ્વરી, આપ જ આ ત્રણ લોકનાં જન્મદાત્રી માતા છો, હે મહાલક્ષ્મી ! હે આપને વંદન કરું છું. (૭)

श्वेताम्बरधरे देवि नानालड्कारभूषिते। जगत्स्थिते जगन्मातर्महालक्ष्मि नमोड्स्तु ते॥ ८ ॥

વિશ્વ માટે પરમ કલ્યાણકારી અને મન, હૃદય અને દેહને શ્વેત વસ્ત્રોથી શાંતિ આપનારાં હે દેવી ! આપના તેજસ્વી દેહ પર રહેલાં વિવિધ અલંકારો આપના ઓજથી શોભી રહ્યા છે. જગતને જન્મ આપનારાં અને ધારણ કરનારાં એવાં ત્રણે લોકનાં મા હે મહાલક્ષ્મી, આપને હું પ્રણામ કરું છું. (૮)

महालक्ष्म्यष्टकं स्तोत्रं य: पठेदभक्तिमान्नर:। सर्वसिध्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा॥ ९ ॥

કોઈ પણ મનુષ્ય ભક્તિભર્યા હૃદયે આ મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરશે તેને સર્વ સિદ્ધિ મળી રહેશે અને રાજા જેવું સુખ પણ પ્રાપ્ત કરશે. (૯)

एक्कालं पठेन्नित्यं महापापविनाशम। द्विकालं य: पठेन्नित्यं धनधान्यसमन्वित:॥ १० ॥

આ અષ્ટકનો પાઠ ભક્ત જો એક વખત ભક્તિ અને નિષ્ઠાથી કરશે તો તે મહાપાપમાંથી બચી જશે. જો કોઈ ભક્ત દિવસમાં બે વાર કરશે તો તે મહાલક્ષ્મીની કૃપાથી પૂરતું ધન અને ધાન્ય પામી આનંદમય જીવન પસાર કરશે. (૧૦)

त्रिकालं य: पठेन्नित्यं महाशत्रुविनाशनम। महालक्ष्मिर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा॥ ११ ॥
જો ભક્ત આ સ્તોત્ર પ્રતિદિન ત્રણ વખત વાંચે તો તે અજાતશત્રુ બની જાય છે. મા લક્ષ્મીની કૃપાથી તે શ્રેષ્ઠ અને શુભ વરદાનો પ્રાપ્ત કરી શ્રીલક્ષ્મીમય બની જાય છે. (૧૧)

 
   સુવિધાઓ
 
 
 
 
ચિત્ર પ્રદર્શની