|
|
 
 
 
નવા સમાચાર

 

માતંગી માતાજીની આરતી

ઓમ જય માતંગી મા (2)

દ્વિજવર સુખકર સગી, ધમાંધુરા નદી

ઓમ જયો જયો મા માતંગી મા

વિપ્રમાત તું વિષ્ણુશક્તિ તું દ્વિજ્જ્ન ઉધ્ધરતી મા...(2)
દયા દ્રષ્ટિ કરી પ્રીતે (2) દ્વિકુલ ભય હરતી... ઓમ
પંચાવન પર સ્વાર, અષ્ટદશ ભુજધારી મા...(2)
આયુધ ચક્ર ગદાદિ (2) પ્રભુમય બળધારી... ઓમ
નિગમ નીતિના વચન પ્રમાણે, તું મા ધર્મતણી મા...(2)
ધર્મારણ્યની દેવી (2) ધર્મધરા વરતી... ઓમ
આર્યાવર્તમાં ધર્મ સ્થાપવા, અધર્મને પાપ હરવા મા...(2)
સિતાપતિ શ્રી રામે (2) શ્રેય સકલ કરવા... ઓમ
વિષ્ણુ વિરંચી શિવજી, તવ અર્ચન કરતા મા...(2)
ધર્મ વિદ્યાત્રી તુજને (2) સ્થાપી શુભ કરતા... ઓમ
શોભે સુંદર રૂપ, રત્ન જડિત પટથી મા...(2)
સ્મિત મુખ કમલે જ્યોતિ (2) કરૂણા દ્રષ્ટિથી... ઓમ
ધર્મક્ષેત્રની અધિદેવી તું માતંગી લક્ષ્મી મા...(2)
હરિ નીકટે નીત વસતી (2) તું સાક્ષાત લક્ષ્મી મા...(2)
હરિપ્રિયા તું સત્ય વિભુતિ લક્ષ્મીરૂપ ધરા મા...(2)
તવ પદ ગુર્જર પાવન (2) દશ દિશ વસુંધરા... ઓમ
મોઢેશ્વરી તું મોઢ જ્ઞાતિની કામ દુધા માતા મા...(2)
મોઢવૃક્ષના શીશુની (2) તું સર્જક માતા... ઓમ
ત્રિગુણા તત્વ મયી, ચીંતામણી ફૂલદા મા...(2)
ધર્મ ક્ષેત્ર ધર્મેશ્વરી (2) ધર્મધરા વરદા... ઓમ
યર્જુ વિધિથી પૂજા, તુજ વિપ્રો કરતા મા...(2)
સામ રૂચાયો ભણતા (2) પ્રસન્નતા વરદા...ઓમ
આસુર વિધિ ને વિપ્ર મા આરતી જયકારી
પૂજન થાળ ને વિધિ (2) તુજ પર વારી...ઓમ
મોઢેશ્વરીની આરતી જે કોઈ ગાશે, મા જે ભાવે ગાશે,
દુ:ખ દરિદ્ર પાપહરતા, જન્મ સફળ થાશે...ઓમ

 
   સુવિધાઓ
   
   
   
   
ચિત્ર પ્રદર્શની