|
|
 
 
 
નવા સમાચાર

,

માતાજીના ઉત્ત્સવો

(૧) શ્રી માતંગી પાટોત્ત્સવ: મહાસુદ: ૧૩
શ્રી માતંગી આ દિવસે મોઢ સમાજના રક્ષણ કાજે પાટ પર બિરાજ્યા અને ત્યારથી આ ઉત્સવ ઉજવાય છે. તે દિવસે શ્રી માતંગીની પાલખી નીકળે છે અને આખા ગામમાં શ્રી માતંગી પરિક્રમા કરે છે.

(૨) શ્રી માતંગી પ્રાગટ્યદિન: મહાવદ: ૩
શ્રી માતંગી આ દિવસે પ્રગટ થયેલ ત્યારથી પ્રાગટ્યદિન તરીકે ઉત્સવ ઉજવાય છે.

(૩) વિવિધ સંઘો:
શ્રી માતંગીના મોઢ સમાજના કુટુંબો દિનપ્રતિદિન દેશ વિદેશમાં ધંધાર્થે સ્થિર થવા લાગ્યા અને વિવિધ નાના વાડાં થતાં ગયા પરંતુ આ બધી જ્ઞાતિના વ્યક્તિઓએ વર્ષમાં એક દિવસ નક્કી કર્યો જે દિવસે સંઘ સ્વરૂપે સમાજના વ્યક્તિ એકત્રિત થઈ શ્રી માતંગીના મંદિરે દર્શનાર્થે જાય. જ્ઞાતિમાં સંઘભાવના કેળવાય, વધુ સારી એકતા જળવાય, એકબીજાનો પરિચય થાય તે હેતુથી બધા સાથે મળી, શ્રી માતંગીની પૂજા અર્ચના કરે, શ્રી માતંગી સમક્ષ ભૂલચૂક થઈ હોય તેની કબૂલાત કરે અને નવચંડી યજ્ઞ કરી આહુતિ અર્પી, પ્રસાદ લઈ સહુ વિખરાય. આ રીતે વિવિધ જ્ઞાતિના સંઘો શ્રી માતંગીના મંદિરે આવે તેની યાદી આ સાથે આવેલ છે.

 
   સુવિધાઓ
   
   
   
   
ચિત્ર પ્રદર્શની